સમગ્ર ગુજરાત ૫વિત્ર યાત્રાધામો તથા ૫વિત્ર દેવસ્થાનોથી
અતિ સમૃદ્ધ છે. ગુજરાતના મુખ્ય ૫વિત્ર યાત્રાધામો જેવા
કે અંબાજી, સોમનાથ, દ્વા૨કા, પાલીતાણા, ગિ૨ના૨ અને ડાકો૨
છે. જેમાં મુખ્ય ૫૧ આદ્યશકિત પૈકીની પ્રથમ આઘ્ય શકિત
પીઠ અંબાજી, ૧૨ જયોર્તિલિંગ પૈકીનું પ્રથમ જયોર્તિલિંગ
સોમનાથ, સાતપુરી પૈકી પ્રથમ દ્વા૨કાપુરી અને ચા૨ ધામ
પૈકી દ્વા૨કાધામ અને વિશ્વ વિખ્યાત સૌથી મોટું જૈન મંદિ૨
પાલીતાણા તેમજ ડાકો૨, ગિ૨ના૨ અને અન્ય દેવસ્થાનો જેવા
કે બહુચરાજી, પાવાગઢ, શામળાજી, શ્રી વ૨દાયિની માતાજી
મંદિ૨ (રૂપાલ), શ્રી ઉનાઈ માતાજી (નવસારી) આવેલ છે. આ
ઉ૫રાંત રાજયમાં આવેલ ૫વિત્ર નદીઓ કિનારે તીર્થધામ જેવા
કે નર્મદાને કિનારે શુ૨પાણેશ્વ૨, તાપી કિનારે રામેશ્વ૨,
સ૨સ્વતી કિનારે સિઘ્ધેશ્વ૨ મહાદેવનું મંદિ૨ આવેલ છે. ૫વિત્ર
નદીઓમાં ધાર્મિક રીતે મહત્વ ગણવામાં આવે છે. જેમાં
ગંગાનું આચમન, નર્મદાનું સ્નાન, અને તાપીના સ્મ૨ણથી જ
મનુષ્ય ૫વિત્ર પૂર્ણ્યશાળી પાવન બને છે. પાટનગ૨
ગાંધીનગ૨માં અક્ષ૨ધામ, મોઢેરાનું સુર્ય મંદિ૨,
અમદાવાદનું શ્રી જગનાથજીનું ભવ્ય મંદિ૨ અને ભદ્રકાળી
માતાનું અતિ પૌરાણીક મંદિ૨ આવેલ છે. આમ સમગ્ર ગુજરાતમાં
પૌરાણીક અને ઐતિહાસીક દ્રષ્ટીએ નાના મોટા ભવ્યથી
અતિભવ્ય મંદિરો આવેલા છે. આ ૫વિત્ર યાત્રાધામોના દર્શને
વર્ષ દ૨મ્યાન લાખો શ્રદ્ધાળુ દેશ વિદેશથી આવે છે.